ગુજરાતીમાં એક કહેવત છે કે પાપ છે એ છાપરે ચડીને પોકારે એવું જ કોઈકનું પાપ છાપરે ચડી ને પોકાર્યું છે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં જ્યાં આજથી દોઢ વર્ષ પહેલાં એક મહિલાની લાશ મળી હતી એ લાશનો ભેદ ઉકેલાયો અને એ મહિલાની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
પોલીસે ઝડપ્યા આરોપીઓને
ભાવનગર શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામ, હિલપાર્ક નજીકથી ઝાંડી ઝાખરાની નજીક આવેલ ગટરના મેઇન હોલમાંથી વરતેજ પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે મહિલાના હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો
પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ વાઘેલા પાસે પૈસાની માંગણી કરી હતી જેની હલુબેન એ રૂપિયા આપવાની ના પાડતા દંપતિએ હલુબેન ને વિશ્વાસમાં લઇ ચા માં ધતુરાના બી નો પાવડર નાંખી, અર્ધબેભાન કરી, ગળેટુપો આપી હત્યા કરી, લાશને ગટરમાં ફેંકી ફરાર થઇ જવા પામ્યા હતા.
વરતેજ પોલીસે નોંધ્યો હતો ગુનો
સગા ફઇની હત્યા કરનાર આરોપી રણજીત પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ગત 3-10-2023ના રોજ હલુબેનની હત્યા કરી હતી અને પોલીસ ને લાશ મળતા પોલીસ એ ગત તા. 26-12-2023ના રોજ ગુનો નોંધ્યો હતો અને જેના બે માસ બાદ વરતેજ પોલીસ મથક ના વિસ્તાર હેઠળ જ આરોપી રણજીત અન્ય છ શખ્સો સાથે જુગાર માં ઝડપાયો હતો અને તે વેળાએ પોલીસે તેની પાસેથી રૂા. 24,000ની રોકડ ઝડપી હતી અને બાદ માં જુન માસ માં ફરી છરી સાથે ભરતનગર પોલીસ માં ઝડપાયો હતો છતાં પોલીસ આ હત્યારા થી અજાણ રહેવા પામી હતી.પરંતુ કહેવાય છે કે ને કાનૂન ના હાથ લાંબા હોય છે એની જેમ આ હત્યારા ઉપર 6 થી વધુ ગુન્હા નોંધાયા બાદ ફરી એક વખત વરતેજ માં તેની સામે ગુન્હો નોંધાયો અને તેણે દોઢ વર્ષ પહેલાં તેના ફઇ ની હત્યા કરી હોવાનું ખુલતા પોલિસ પણ ચોંકી ઉઠી હતી.









