સુરતમાં હત્યાનો આરોપી ઝડપાયો છે, 17 વર્ષ પહેલા આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ નાસતો ફરતો હતો વર્ષ 2025માં તે ઝડપાયો છે, મહારાષ્ટ્રના એક ગામમાંથી પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો છે, વર્ષ 2008માં અંગત અદાવત રાખીને પરિવારના સભ્યની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.


[[$googlead]]

આરોપી બીસુ જોગીન્દર બારીકને મહારાષ્ટ્રથી પકડ્યો

સુરતમાં હત્યા કેસમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે, વર્ષ 2008માં તેણે તેના ભત્રીજાની હત્યા કરી હતી અને ત્યારબાદથી તે ફરાર હતો, પોલીસે નાસતા ફરતા આરોપી અને ફરાર આરોપીને શોધવા માટે કવાયત કરી હતી ત્યારે ખબર પડી કે વર્ષ 2008માં હત્યા કરીને આરોપી ફરાર છે અને હજી તે ઝડપાયો નથી તો તેને ઝડપવા માટે અલગ-અલગ ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે વાત સામે આવી કે આરોપી લાંબા સમયથી મહારાષ્ટ્રમાં વસતો હતો.

[[$alsoread]]

મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈમાંથી ઝડપાયો આરોપી

સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસે આરોપી બીસુ જોગીન્દર બારીકને મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે, વર્ષ 2008માં આરોપી ઓલપાડના માસમાં ગામે બોબીન ભરવાનુ કામ કરતો હતો અને તે સમય દરમિયાન ફરિયાદીના ભત્રીજાથી બોબીન તૂટી જતા આરોપી અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો અને જેની અદાવત રાખી આરોપીએ ફરિયાદીના ભત્રીજાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો હતો

હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી ઓલપાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

  • Follow us on: