મહેમદાવાદના વાંઠવાળીમાં રહેતા જયેશભાઈ મકવાણાએ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમણે ગામના જયદિપસિંહ જશવંતસિંહ ચૌહાણની સાડા આઠેક વિઘા જમીન વચ્ચે રહીને રૂ. 70 લાખ ઉચ્ચક વેચાણથી મુકેશભાઈ રામભાઈ સાંગા(રહે.મહેમદાવાદ)ને અપાવી હતી.


અવેજના ચેક આપી દીધા હોવા છતાં જયદિપસિંહે વકીલ મારફતે જમીનમાં આવેલ ઓરડી, ઝાડની કિંમત તથા બાકી નીકળતા રુ. 20 લાખ દસ દિવસમાં આપી દેવાની નોટિસ આપી હતી. જેથી જયેશભાઈએ વધુ રુપિયા માંગતા હોય ફોન પર વાતચીત કરી તમામ મહેમદાવાદ મામલતદાર કચેરીએ ભેગા થયા હતા. જ્યાં જયદિપસિંહે જયેશભાઈને જમીનનો વ્યવહાર પૂરો થઈ ગયો હોવા છતાં મુકેશભાઈને નોટિસ આપી હેરાન કરી વધુ રુપિયા કેમ માંગો છો કહેતા ઉશ્કેરાઈ ગયો હતો. અને જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે જયેશભાઈ મકવાણાએ જયદિપસિંહ જશવંતસિંહ ચૌહાણ(માજી સભ્ય, તાલુકા પંચાયત, કોંગ્રેસ) વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: