નડિયાદ સંતરામ મંદિરમાં 194 મા સમાધિ મહોત્સવ નિમિતે યોજાઇ રહેલી રામકથાના ત્રીજા દિવસે સોમવારે વ્યાસપીઠ પરથી મોરારીબાપુએે કહ્યું હતું કે, ભગવાન અને મહાપુરૂષની ગતિ વિચિત્ર હોય છે જે સમજાતિ નથી .સૌથી મોટા યોગ જ પ્રેમ છે
નાવિકના હોય તો જહાજની શોભા નથી, પ્રેમ ના હોય તો જ્ઞાની ને વિદ્વાનની કોઇ કિંમત નથી, મીરાંનો કોઇ પંથ નથી તે પ્રેમ યોગીની છે કૃષ્ણ દિવાની છે. આ પ્રેમ યોગ છે. મોરારીબાપુએ સંતરામ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ ગ્રંથની કેટલીક પંકિતઓનું પઠન કરી પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, યોગી કોણ ? જે મિતભોજી હોય, અતિશય ઉપવાસી ના હોય તે યોગી.અતિ જાગવું નહીંને અતિ સૂવું નહીં તે યોગી . અત્યંત દ્વેષ કરે તેને કોઇપણ દિશામાં શાંતિ ના મળે. સ્વભાવને મૂકી જયાં જઇએ ત્યાં શાંતિ મળે.રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. એટલે જ પૂ.રામદાસજી મહારાજ કહે છે .ચિત્તને આત્માને જોડો તે માર્ગ યોગીનો છે. મોરારીબાપુ કહે છે આ જીવન જન્મ થી મૃત્યુ સુધીનું અનુષ્ઠાન છે .ગાંઘીજી માહાત્મા છે.નિયમ દ્રઢતા થી પાલન કરતાં .વિનોબા ભાવે બુદ્ધ પુરૂષ હતા.ભગવાન અને મહાપુરૂષની ગતિ વિચિત્ર હોય છે જે સમજાતિ નથી. ઓરડાના ચિત્રો પરથી માણસનું ચરિત્ર પરખાય જાય છે. જયારે સમયને જરૂર પડે ત્યારે સ્મૃતિ થઇ આવે એટલી જરૂર છે. સ્મૃતિ જોઇએ તો કૃષ્ણ કૃપાથી જ પ્રાપ્ત થાય. બધુ છોડજો પણ કથા ના છોડ જો. કેમ કે કથાઓએ જ કામ કર્યું છે.










