મહેમદાવાદના માંકવા સીમ માંથી પસાર થતાં અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પર બટાકા ભરેલી મીની ટ્રકમાં અચાનક ખામી સર્જાતાં ટ્રક ચાલકે ટ્રકને સર્વિસ રોડ ઉપર ઉભી રાખી હતી અને ટ્રક માંથી ટ્રક ચાલક કૈલાશભાઇ રામ રીસાલ મોરેલાલ નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ તરફથી પુરપાટ આવતાં અજાણ્યા વાહન ચાલકે ટ્રક ચાલક કૈલાશભાઇને ટક્કર મારતાં માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં શનિવારે સાંજે ઇજાગ્રસ્ત કૈલાશભાઇ (રહે બામણવાસ ,તા. થાનાગાજી , રાજસ્થાન) નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઇ રતનલાલની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



  • Follow us on: