છોટાઉદેપુર : ICDS છોટાઉદેપુર ઘટક-૩ અંતર્ગત આવતા આંત્રોલી સેજાના સનાડા-૧ આંગણવાડી કેન્દ્રની છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આકસ્મિક મુલાકાત લેવાઇ હતી. જેમાં કલેક્ટરે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધા, સરકારી યોજનાનાં અમલીકરણ અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત કામગીરીની સમિક્ષા કરી હતી. કેન્દ્ર ખાતે મમતા દિનની ઉજવણી નિમિત્તે બાળકોના વજન અને ઊંચાઈની ચકાસણી કરાઇ હતી. બાળકોના સુપોષણ સ્તરને જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.TECHO એપ્લિકેશન અને પોષણ ટ્રેકર એપ ઓનલાઈન કામગીરીની સાથે કેન્દ્રના ભૌતિક રજિસ્ટરોની નિભાવણી અંગે સૂચનો કર્યા હતા. વધુમાં કલેક્ટરે આરોગ્ય વિભાગની ટીમ સાથે સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોના રસીકરણ તેમજ આરોગ્ય ચકાસણીની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા ચર્ચા કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: