વન્યજીવોના સંરક્ષણ અને તેના પુર્નવસન માટે પીએમ મોદીનો મહત્વનો ફાળો રહ્યો છે. એવા ઘણા વન્યજીવો છે જે લુપ્તતાને આરે હતા. પરંતુ પીએમ મોદીના પ્રયાસોને કારણે આ વન્યજીવોને નવુ જીવન મળ્યુ છે. પીએમ મોદીના 74મા જન્મ દિવસને લઇને અમે પીએમ મોદીની એક રસપ્રદ અને રોચક બાબતો વિશે જણાવી રહ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે જાણીશું કે પીએમ મોદીના પ્રયાસથી આજે કયા વન્યજીવોને નવજીવન મળ્યું.
ચિત્તાને લુપ્ત થતા બચાવ્યા
કુનો નેશનલ પાર્કમાં પીએમ મોદી દ્વારા જંગલી દીપડાઓને છોડાવા એ ભારતના વન્યજીવન અને તેમના નિવાસસ્થાનને પુનર્જીવિત કરવા અને વૈવિધ્યીકરણ કરવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ચિત્તાને 1952માં ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ભારતમાં ચિત્તાનો પરિચય પ્રોજેક્ટ ચિતા હેઠળ કરવામાં આવી રહ્યો છે, જે વિશ્વનો પ્રથમ આંતર-ખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે. સાત દાયકા પછી ચિત્તા ભારતમાં પાછા ફર્યા છે. 1952 પછી પહેલીવાર દીપડાઓ ફરી એકવાર ભારતના જંગલોમાં ફરતા જોવા મળ્યા. હાલ કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા માદા અને નર ચિત્તાને પણ જન્મ આપ્યો છે. બેબી ચિત્તા ચિત્તાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગેંડા
2014 થી ગેંડાના શિકારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતમાં 2014 થી 2020 વચ્ચે ગેંડાની સંખ્યામાં 38 ટકાનો વધારો થયો છે. ગેંડા હવે ભારતના જંગલોમાં નિર્ભયતાથી વિહરતા જોવા મળે છે. 2014માં અહીં 2,600 ગેંડા હતા, જે 2020 સુધીમાં વધીને 3,600 થઈ ગયા છે.
એશિયાઈ સિંહ
એશિયાટિક સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે અને હવે 674 સિંહોની સંખ્યા છે, જે 2015માં 411 સિંહોની સરખામણીમાં 64 ટકાનો વૃદ્ધિદર છે.
દીપડા
ભારતમાં 2020માં 12,852 દીપડા હતા જ્યારે 2014માં 7,910 દીપડા હતા. દીપડાની વસ્તીમાં 60 ટકાથી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે 2022માં વધીને 13,874 થઈ ગઈ છે.
વાઘ
ભારતમાં 18 રાજ્યોમાં લગભગ 75,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા 52 વાઘ અભ્યારણ્ય છે. જે વૈશ્વિક જંગલી વાઘની વસ્તીના લગભગ 75 ટકા છે. ભારતે 2018માં જ વાઘની વસ્તી બમણી કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જે વર્ષ 2022ના લક્ષ્યાંક કરતાં ચાર વર્ષ આગળ છે. ભારતમાં વાઘની વસ્તી 2014માં 2,226 હતી તે 2018માં 33 ટકા વધીને 2,967 થઈ હતી. જે 2022માં વધીને 3167 થઇ છે.
પીએમ મોદીનો પ્રાણી-પક્ષી પ્રેમ
પીએમ મોદીએ હમણા જ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. જેમાં તેઓ ગાયના વાછરડાને વ્હાલ કરતા જોવા મળી રહ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે પીએમ આવાસ પર નવા સભ્યનું આગમન થયુછે. ગાયે એક વાછરડાને જન્મ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેના માથા પર જ્યોતિનું ચિન્હ છે એટલે મે તેનું નામ દિપજ્યોતિ રાખ્યું છે.
મોર સાથે વીડિયો આવ્યો સામે
પીએમ મોદી અગાઉ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ મોરને ખવડાવતા જોવા મળ્યા હતા. પીએમ મોદીના પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યેના પ્રેમને દર્શાવતા આ વીડિયોની ચર્ચા થવા લાગી હતી.
ગાયોને ખવડાવ્યુ ઘાસ
પીએમ મોદી તેમના નિવાસ સ્થાને ગાયોને ઘાસ ખવડાવતા હોવાના ફોટો પણ સામે આવ્યા હતા. જેમાં તેઓ ગાયોને ઘાસ ખવડાવતા જોવા મળ્યા હતા.










