સુરતના ભેસ્તાન વિસ્તારમાં કિશોરી સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,જેમાં યુવકે દુષ્કર્મ આચરી વીડિયો પણ બનાવ્યો છે જેમાં સગીરાને બ્લેકમેલ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે,નરાધમે વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા સમગ્ર ઘટના સામે આવી છે.ભેસ્તાન પોલીસે મહંમદ શેખની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધો છે.
સગીરા બની દુષ્કર્મનો ભોગ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે જેમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને વીડિયો વાયરલ કરવાને લઈ ફરિયાદ નોંધાઈ છે,સગીરાના માતા-પિતાને આ વાતની જાણ થતા તેમણે ફરિયાદ નોંધાવી છે,ત્યારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.સગીરાને યુવક વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો જેને લઈ ફરિયાદ નોંધાઈ છે,પહેલા મિત્રતા કેળવી અને ત્યારબાદ તેને જાળમાં ફસાવીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું છે.
પોલીસે મોબાઈલ લઈ વધુ તપાસ હાથધરી
સમગ્ર ઘટનામાં પોલીસે યુવકનો મોબાઈલ જપ્ત કર્યો છે અને વીડિયોના આધારે તપાસ હાથધરી છે,અગાઉ પણ કોઈ સગીરા કે યુવતી સાથે આ રીતે દુષ્કર્મ આચર્યું નથી ને તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે,પોલીસ આરોપીના રિમાંન્ડ પણ માગશે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે,મોબાઈલમાં કોની કોની સાથે ચેટ કર્યુ અને કોને ફસાવવામાં આવી તેને લઈ તપાસ તેજ કરી છે,ત્યારે પોલીસ આવા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.
ત્રણ દિવસ પહેલા પણ સુરતમાં સગીરા સાથે બની દુષ્કર્મની ઘટના
લિંબાયતમાં 21 વર્ષના યુવકે 15 વર્ષીય સગીરા પર કોફી શોપમાં દુષ્કર્મ આચર્યું હતું યુવકે સગીરાને કોફી શોપમાં લઈ ગયા બાદ બળજબરી દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ ડરેલી સગીરાએ માતાને જાણ કરી દેતા સમગ્ર હકીકત સામે આવી હતી. લીંબાયત પોલીસ ચોપડે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં કોફી શોપના સંચાલક અને આરોપીની અંતે ધરપકડ કરાઇ છે.









