• ચિરાગ પાસવાને શપથ લીધા
  • હવે ચિરાગ પાસવાન કેબિનેટ મંત્રી 
  • ચિરાગ પાસવાનની રાજકીય સફર

મોદી સરકાર 3.0ના શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય 30 કેબિનેટ મંત્રી અને 6 રાજ્યમંત્રી મળીને આજે કુલ 36 મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. તો સાથે 36 રાજ્યમંત્રીઓએ પણ શપથ લીધા હતા.જેમાં લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાને પણ શપથ લીધા હતા. ચિરાગ પાસવાનને મોદીના હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ફિલ્મ અભિનેતા પણ રહી ચૂક્યા છે.

ચિરાગ પાસવાનને મોદી કેબિનેટમાં સ્થાન

લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાને બિહારમાં NDAની સીટ વહેંચણી બાદ લોકસભા ચૂંટણી 2024માં હાજીપુર બેઠક ચિરાગ પાસવાનના પિતાની પરંપરાગત બેઠક રહી છે, જ્યાંથી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન 9 વખત સાંસદ બન્યા હતા. હવે તેમનો પુત્ર ચિરાગ પાસવાન પિતાની બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં બી.ટેક કર્યું છે.

પાસવાન પરિવારની રાજકીય લડાઈ

રામવિલાસ પાસવાનના નિધન બાદ અહીં પરિવારની રાજકીય લડાઈ પણ ચરમસીમાએ છે. રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ નાથ પારસે તેમના પુત્ર ચિરાગ પાસવાનને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને પક્ષના તમામ સાંસદો પણ પશુપતિ કુમાર પારસ સાથે નીકળી ગયા હતા. પછી તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા અને પક્ષને લઈને કાકા-ભત્રીજા વચ્ચે રાજકીય યુદ્ધ ચાલુ રહ્યું. હવે એનડીએની બેઠકોની વહેંચણી બાદ ચિરાગ પાસવાન મોટું માથું માનવામાં આવે છે.NDAએ ચિરાગ પાસવાનની પાર્ટીને પાંચ બેઠકો આપી છે, જ્યારે પશુપતિ કુમાર પારસ જૂથને એક પણ બેઠક મળી નથી. 

  • Follow us on: