• માત્ર પાટીદાર સમાજની વાત ના ચાલે
  • કોળી વિકાસ સમિતિએ પાટીદાર અગ્રણી પાસે સ્પષ્ટતા માંગી
  • નરેશ પટેલ માત્ર પાટીદાર સમાજના હિતને ધ્યાને રાખીને વાત કરે છે


રાજકોટઃ પાટીદાર સમાજ અને વીર માંધાતા કોળી સમાજના આગેવાનોની બેઠક બાદ એકબીજાના સહયોગની વાતો થઈ હતી તેની સામે કોળી વિકાસ સમિતિ ગુજરાતના મુકેશભાઈ રાજપરાએ વિરોધ વ્યક્ત કરીને પોતાના સમાજના સંગઠનોને પત્ર લખીને કહયું છે.' નરેશ પટેલ માત્ર પાટીદાર સમાજના હિતને ધ્યાને રાખીને વાત કરે છે. તેમણે સરપંચથી સાંસદ સુધી બધા પાટીદારનું જે નિવેદન કર્યું છેતે આ બાબતને સ્પષ્ટ કરે છે. જો બધા સમાજને સાથે રાખવાની વાત હોય તો આ નિવેદન તેમણે પાછું ખેંચવું જોઈએ.'

કોળી સમાજના આગેવાનો અને સંગઠનોને તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, સમાજને સંગઠીત કરવો જરૂરી છે.

બધા કોળી સમાજ આગામી દિવસોમાં સાથે મળીને કામ કરે તે આવશ્યક છે. કોઈની વાતોમાં આવી જઈ સમાજનું અહિત ન થાય તે જોવાનું રહેશે. નરેશ પટેલે અન્ય સમાજને એક પણ હોદ્દા મળવાની વાત નથી કરી તેની અમે આલોચના કરીએ છીએ. મુકેશ રાજપરાએ એવો દાવો પણ કર્યો હતો કે, કોળી સમાજના ૯ સંગઠનોએ સાથે મળીને નરેશ પટેલના નિવેદનનો વિરોધ કર્યો છે અને પત્રો પણ લખ્યા છે.

  • Follow us on: