નર્મદા જિલ્લામાં આજે ગેરકાયદે દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. નર્મદાના SOUની સામે આવેલ દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિ સામેની વર્ષો જૂની દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. SOUની સામે લગભગ 34 જેટલી નાની-મોટી દુકાનો ઘણા સમયથી છે. આ તમામ દુકાનોને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે વડોદરા રેન્જના આઈજી પણ બનાવ સ્થળ પર પંહોચ્યા. વહેલી સવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ સામેની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

SOUની સામે આવેલ દુકાનો તોડી પડાઈ

સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ નર્મદામાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એકતાનગર વાગડીયા ચોક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આજે ગેરકાયદે દબાણ હટાવ કામગીરીના કારણે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી અહીંયા સ્થાનિક લોકો દુકાનો બનાવીને ધંધો કરતા હતા. આ વિસ્તારમાં અંદાજે 34 જેટલી નાની-મોટી દુકાનો છે.નર્મદા નિગમની સરકારી જગ્યા પર સ્થાનિકો દ્વારા દુકાન બનાવી ગેરકાયદે દબાણ કરાયનું સામે આવ્યા બાદ આજે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું.

રાજ્યભરમાં ડીમોલિશન ઝુંબેશ

સરકારી જમીન થશે ખુલ્લી

નર્મદાના SOUની સામે આવેલ દુકાનો તોડી પડાતા અંદાજે કરોડોની જમીન ખુલ્લી થશે. રાજ્યભરમાં ડિમોલિશન ઝુંબેશને પગલે દ્વારકા,કચ્છ, જામનગર, વડોદરા તેમજ અમદાવાદમાં મોટાપાયે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. અમદાવાદમાં ચંડોળા તળાવમાં સૌથી મોટું ડીમોલિશન ઓપરેશન હાથ ધરતા ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી. ચંડોળા તળાવમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલ અતિક્રમણને લઈને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. રાજ્ય સરકારે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે તેવી રજૂઆત બાદ કોર્ટે પણ આ કામગીરી યોગ્ય હોવાનું જણાવતા ડીમોલિશનને મંજૂરી આપી હતી. 

  • Follow us on: