- વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
- બંને ફળિયાના લોકોની અવરજવર અને વ્યવહાર વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયેલો છે
- સત્વરે આ પુલનું રીનોવેશન કરવામાં આવે રીપેરીંગ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે
સાગબારા તાલુકામાં તા. 25 અને તા.26 ઓગસ્ટના રોજ 9 ઇંચ વરસાદ ખાબકતાં કેલ ગામની વચ્ચે આવેલી નદી પરનો નવા પુલની સાઈડો બંને બાજુથી ધોવાઈ જતાં નુકસાન થયેલું છે. કેલ ગામના લોકોને અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આસપાસના ગામડાંના વાહન ચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સત્વરે આ પુલનું રીનોવેશન કરવામાં આવે રીપેરીંગ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. સાગબારા તાલુકાના પાટ ગામમાં એક ફળિયામાં બનેલો પુલ બંને સાઇડ ધોવાઈ ગયો છે. પુલને મોટું નુકસાન થયેલું છે. બંને ફળિયાના લોકોની અવરજવર અને વ્યવહાર વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયેલો છે.










