રાજપીપળા સ્થિત મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસના નામે પૈસા લઈ ફ્રોડ થયું હોવાને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજપીપળામાં મા કામલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
રાજપીપળા શહેરની માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે ગુનો નોંધાયો છે. આજે રાજપીપલા પોલીસ સ્ટેશન ના પીઆઇ એ ફરિયાદ કરી સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ સામે ગુનો દાખલ કરાયો છે.
રાજપીપળા સ્થિત મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસના નામે પૈસા લઈ ફ્રોડ થયું હોવાના આક્ષેપ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસ્થાની ઓફીસ પર હલ્લાબોલ કર્યું હતું, અને સાથે સાથે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણ અને આરોગ્ય મંત્રીને પત્ર લખી આ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સમગ્ર ઘટનાને પગલે નર્સિંગ કોર્સની ફી લીધી હોવા છતાં કોર્સ પૂરો ન કરાવ્યાના આક્ષેપ સાથે મા કામલ ફાઉન્ડેશનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. માં કામલ ફાઉન્ડેશન દ્વારા વિધાર્થીઓ પાસે 3 વર્ષ ની 1,74 200 ફી લેવાયી હતી. વિધાર્થીઓને કોઈ પરીક્ષા કે સર્ટિફિકેટ માર્કશીટ નહી આપીને છેતરપીંડી કરી હતી. 400થી વધુ વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી લીધા બાદ પણ યોગ્ય પરીક્ષા ન લેવાય સાથે વિધાર્થીઓએ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી. વિધાર્થીઓ પાસે થી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લીધા છે જે હજુ સુધી પરત નથી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.









