શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે ચાંદોદના શ્રી સ્વામીનારાયણ મંદિરે શ્રી લક્ષ્મી નારાયણ દેવ, તથા શ્રી સ્વામીનારાયણ ભગવાન નો 110માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય શ્રી નર્મદા મહાત્મય કથા અને નર્મદા યાત્રિક ભવનના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે આજરોજ મલ્હારાવ ઘાટેથી પોથીયાત્રાનો શુભારંભ કરાયો હતો.
ત્રિદિવસીય નર્મદા મહાત્મય કથાનુ કથાકાર જીતેન્દ્રભાઈ જોશી (બટુક મહારાજ) દ્વારા કથાનું રસપાન કરાવશે. જેમા પ. પૂ. 108 સૌરભ પ્રસાદજી તથા પ્રેરક સ્વામી શ્રી ઉત્તમપ્રિય દાસજી તથા પૂ. સ. ગુ. સ્વામી ઈશ્વરચરણ દાસજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ત્રિદિવસીય કથા આજરોજ પોથીયાત્રાથી કથાનો શુભારંભ કર્યો હતો. તા.19 ને સોમવારના દિને પ્રાતઃકાળ 6:30 કલાકે અભિષેક, ત્યાર બાદ 8:30 કલાકે શ્રી નર્મદા યાત્રિક ભવન નુ ઉદ્ઘાટન સાથે સાથે સવારે 11 કલાકે અન્નકૂટ દર્શન થશે.










