• વિદ્યાર્થીઓ માટે બહારથી વેચાતા જગનું પાણી મગાવવાની નોબત

  • અલગ અલગ ટ્રેડના 300 વિદ્યાર્થીને ગરમ પાણી પીવાનો વારો
  • જગમાં પાણી પૂરું થઇ જાય ત્યારે નળનું પાણી જગમાં ભરવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને ગરમ પાણી પીવું પડે છે.

નસવાડી આઈટીઆઈમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ટ્રેડમાં અભ્યાસ કરે છે. છતાંય પાણીનું વોટરકૂલર બગડી ગયેલ છે. તેને રીપેર કરાવવામાં આવતું નથી. બહારથી પાણીના જગ મગાવવામાં આવે છે. જગમાં પાણી પૂરું થઇ જાય ત્યારે નળનું પાણી જગમાં ભરવામાં આવે છે. તેનાથી વિદ્યાર્થીઓને ગરમ પાણી પીવું પડે છે.

નસવાડી ખાતે 210 ગામોમાંથી આઈટીઆઈમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવે છે. અને આઈટીઆઈમાં અલગ-અલગ કોર્ષમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી આખો દિવસ આઈટીઆઈ વિદ્યાર્થીઓ હાજરી આપે છે. હાલ અસહ્ય ગરમીની સીઝન છે. જેનાથી વિદ્યાર્થીઓને પાણીની તરસ વધુ લાગે છે. આઈટીઆઈમાં વિદ્યાર્થીઓને ઠંડુ પાણી મળે તે માટે વોટરકુલર લગાવવામાં આવેલ હતું. તે વોટરકુલર એક માસથી બંધ છે. આઈટીઆઈના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓના પીવાના પાણી માટે ચાર કુલર મગાવવામાં આવે છે. 80 લીટર પાણી 300 વિદ્યાર્થીઓ માટે પૂરું થતું નથી. જયારે જગમાં પાણી પૂરું થાય ત્યારે નળમાંથી સીધું પાણી કૂલરમાં ભરવામાં આવે છે. તે ગરમ હોય છે. વિદ્યાર્થીઓ તે પી શકતા નથી. વોટરકૂલર ઝડપથી રીપેર કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે. આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સરકાર કરોડો રૂપિયા બજેટમાં જોગવાઈ કરે છે. પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ કરાતો નથી.


  • Follow us on: