નસવાડી કન્યાદાન ચોકડીથી આગળ જઈને એક મોબાઈલની દુકાન પાસે બસની રાહ જોઈને બેસી રહેલ હતા. દુકાનની બાજુમાં એક બાકડે પાણી પીને પિતા પુત્ર બેઠા હતા. ત્યારે પુત્ર અજય બસ આવે છે કે કેમ ? તે જોવા માટે રોડ પર ગયો હતો. અને પિતા ત્યાં બાકડે બેઠા હતા. ત્યારે નસવાડીથી કવાંટ રોડ તરફ્ જતા એક ડમ્પર જેનો રજી.નં. GJ 06 AV 6704ના ચાલકે તે ડમ્પર ફૂલસ્પીડમાં હંકારીને અજયને અડફેટે લીધો હતો. એકસીડન્ટનો અવાજ સાંભળીને પિતા ઝડપથી રોડ પર આવીને ત્યાં જોયું તો અજયનુ માથું ફાટી ગયું હતું. અને તેને માથાના ભાગે ગંભીર તેમજ જમણા હાથના ખભાના ભાગે ઈજા થઇ હતી. અને તે સ્થળ પર મૃત હાલતમાં પડયો હતો. જેથી ત્યાંથી અજયના મૃતદેહને ખાનગી છકડામાં મુકીને નસવાડી સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવવા માટે લઈને આવ્યાં હતા. ત્યારે ત્યાં ઉપસ્થિતોમાંથી જાણવા મળ્યું હતું કે, અજય રાઠવા સાથે એકસીડન્ટ કરનાર ડમ્પર જેનો રજી.નં.GJ-06-AV-6704 ચાલક ઈમરાન મસવાલ શેખ (રહે,વજેરીયાતા.તિલકવાડા)ની અટકાયત કરીને તેની વિરૂદ્ધ નસવાડી પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ









