નવસારીમાં છ વર્ષની માસુમ બાળકીનું ડૂબી જતા મોત નિપજ્યું છે. કસ્બા નજીક પુર્ણા નદીમાં બાળકી પોતાના મિત્રો સાથે ન્હાવા પડી હતી અને દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં બાળકીનું મોત નિપજ્યું છે. નાની ભૂલકીના મોતથી પરિવારજનોમાં શોકની લહેર છવાઈ જોવા મળી રહી છે.
ન્હાવા પડેલી બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઇ
નવસારીમાં 6 વર્ષની માસુમ બાળકી પોતાના 4થી 5 મિત્રો સાથે રમતા-રમતા કસ્બા નજીક પુર્ણા નદીમાં ન્હાવા પડી હતી. ન્હાવા પડેલી નાની ભૂલકી નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મૃત્યું નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ બાળકીની લાશ બહાર કાઢી હતી અને બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
કનીજ ગામે નદીમાં ડૂબતા 6 બાળકોના મોત થયા
તમને જણાવી દઈએ કે, મહેમદાવાદના કનીજ ગામે નદીમાં ડૂબતા 6 બાળકોના મોત થયા હતા. ઘટનાને લઇ પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા તમણે કહ્યું હતું કે, આ દુર્ઘટના નહી પણ હત્યાકાંડ છે નદીમાં બેફામ ખનને લઇ પડી ગયા છે ઊંડા ખાડા તેમજ ઉંડા ખાડાઓમાં બાળકો ડૂબી જવાથી મોત થયા હોવાની વાત સામે આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી બેફામ ખનન થતું હોવાના આક્ષેપ પરીજનો દ્વારા કરવામાં આવ્યા હતા.