• ગણદેવી માર્કાગ પર ત્રણ વાહનોને કાર ચાલકે લીધા અડફેટે
  • કારચાલકે બાઈકસવારને 15 ફૂટ સુધી ઘસેડયો
  • નવસારી પોલીસે કારચાલક વિરુદ્ધ હાથધરી કાર્યવાહી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામ પાસે એક કારચાલકે પાંચ વાહનોને અડફેટે લીધા છે. જેમાં વૃદ્ધ દંપતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચીખલી તાલુકાના રાનકુવા ગામે પસાર થઈ રહેલા એક ટ્રક સાથે કટ લાગતા કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ કાર અને બે બાઈકને અડફેટે લીધા હતા.પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ હાથધરી છે.

થયો ગંભીર અકસ્માત

[[$googlead]]

નવસારી ગણદેવી માર્ગ પર નશામાં ચૂક કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા.નવસારીના જલાલપોર પાસે સહકાર સોસાયટી પાસે આ ઘટના બની હતી.નશામાં કાર હંકારતા આધેડે બે રસ્તાની બાજુમાં ઉભેલા ત્રણ વાહનોને અડેફેટે લીધા હતા.ઘટનામાં ઈજાગ્રસ્ત ભાવના બહેન પટેલને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.તો બીજી તરફ બાઈક સવારને 15 ફૂટ સુધી ઘસેડતા તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.નશામાં ચૂર કાર ચાલકને લોકોએ પકડી ગ્રામ્ય પોલીસને હવાલે કર્યો હતો તો નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત નોંધી તપાસ આરંભી છે.

[[$alsoread]]


15 દિવસ પહેલા આવી જ ઘટના બની

નવસારી નવસારીના ભૂલા ફળિયા હાઇવે ઉપર સવારે અજાણ્યા કારચાલકે સુરતના યુવાનની મોપેડને ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ બાબતે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી એન.એ.પટેલ કરી રહ્યા છે. નવસારીના ને.હાઇવે 48 ઉપર ભૂલાફળિયા પાસે સવારે સુરતનો યુવાન તેમની મોપેડ લઇને સુરત તરફ જતો હતો ત્યારે રોંગ સાઇડ રસ્તા ઉપર આવતા અચાનક કાર નંબર MH 48 CC 2146ના અજાણ્યા કારચાલકે પુરઝડપે કાર હંકારી સુરતના યુવાનની મોપડેને ટક્કર મારી હતી. જેને લઇ યુવાનને ગંભીર ઇજા થયા સારવાર માટે હોસ્પિટલમાં મોકલે તે પહેલાં જ ઘટના સ્થળે ગંભીર ઈજાથી મોત નિપજ્યું હતુ. ઘટના બાદ યુવાનની ઓળખ સુરતના પાંડેસરામાં રહેતા વિશાલ સત્ય નારાયણ ઉવ.21 ની ઓળખ થઈ હતુ. આ બાબતે મૃતકના ભાઈ વિકાસ સત્યનારાયણ એ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા વધુ તપાસ હાથધરી છે.

 

  • Follow us on: