• ગણદેવીના માજી ધારાસભ્ય લક્ષમણ પટેલના પુત્ર કોંગ્રેસમાં જોડાયા
  • સૌરભ પટેલે અનંત પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
  • ચીખલી ખાતે જિલ્લા કોંગ્રેસની મળેલી મિટિંગમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા

લોકસભા ચૂંટણી બાદ ગણદેવીમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના પૂર્વ MLA લક્ષ્મણ પટેલના પુત્ર સૌરભ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. ચીખલી ખાતે જિલ્લા કોંગ્રેસની મળેલી મિટિંગમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત રીતે જોડાયા છે.

સૌરભ પટેલને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા

[[$googlead]]

[[$alsoread]]

ગણદેવીના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલના પુત્ર સૌરભ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. આજે ચીખલી ખાતે જિલ્લા કોંગ્રેસની મળેલી મિટિંગમાં ભાજપના ગણદેવીના ધારાસભ્ય લક્ષ્મણ પટેલના પુત્ર સૌરભ પટેલ હાજર રહેતા તેમનું સ્ટેજ પર સન્માન કરાયું હતું.

સૌરભ પટેલ અનંત પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

સૌરભ પટેલ અનંત પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સૌરભ પટેલને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા આવકાર્યા હતા. ઉલ્લેખનીય છેકે, પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલ 2007થી 2012 દરમિયાન ગણદેવીના ધારાસભ્ય હતા. 

  • Follow us on: