રાજ્યમાં ઘણા આરોપીઓ પેરોલ જમ્પ કરીને વર્ષો સુધી નાસતા ફરતા હોય છે. નવસારી પોલીસે હત્યાના ગુનામાં 27 વર્ષથી ફરાર થયેલા આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે સાધુની વેશભૂષા કરી હતી. આરોપી છેલ્લા 27 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની બાતમી મળતા જ સાધુનો વેશ લઈ પાટણના શંખેશ્વર પહોંચી હતી. જ્યાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.


[[$googlead]]

પોલીસે સાધુનો વેશ લેવો પડ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીમાં હત્યાના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રભુદાસને પકડવા માટે પોલીસે સાધુનો વેશ લેવો પડ્યો હતો. આ આરોપીને પકડવો સહેલો નહોતો કારણ કે, 1998માં તે હત્યાના ગુનામાં પકડાયો હતો અને પોલીસ પાસે કે જેલ તંત્ર પાસે તેનો ફોટો નહોતો. પરંતુ તે 1996માં મહુવાના કરચલિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. આ માહિતીને આધારો પોલીસે જેના ઘરે લગ્ન હતાં તેનો સંપર્ક કરીને પોલીસે તેનો ફોટો મેળવ્યો હતો.

[[$alsoread]]

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે માહીતી મળી

ત્યારબાદ પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે માહીતી મળી હતી કે, જુલાઈ 2024 માં એક સબંધીના ઘરે આરોપી પ્રભુદાસ સાધુના વેસમાં થોડો સમય હાજરી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે મહિસાગર જિલ્લાના કોઈ ગામમાં મહાદેવના મંદીરમાં પુજારીનુ કામ કરે છે. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરતાં આરોપી પ્રભુદાસ વરેઠા ગામમાં આવેલ જયેશ્વર મહાદેવ મંદિરમાં પુજારીનુ કામ કરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો આરોપીએ આ મંદિરમાંથી કામ બંધ કરીને પાટણના શંખેશ્વર બાજુ કામ શરૂ કર્યું હતું.

પોલીસે આરોપી પ્રભુદાસની ધરપકડ કરી

આ માહિતીને આધારે પોલીસે એક ટીમ બનાવી હતી. આ ટીમને સાધુના વેશમાં એક અઠવાડિયા સુધી પાટણના અલગ અલગ મંદિરોમાં મોકલાઈ હતી. આખરે પોલીસને શંખેશ્વરના મોમાઈ માતાના મંદીર ખાતેથી આરોપી પ્રભદાસને પકડવામાં સફળતા મળી હતી. સતત નવ મહિનાની મહેનત બાદ પોલીસે પાટણના શંખેશ્વર ખાતે થી સાધુ પ્રભુદાસને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પ્રભુદાસની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: