• કમ્બોડિયાથી આવેલું પાર્સલ પકડયાનું કહી પૈસા પડાવ્યા

  • ઠગ ટોળકીએ રૂ. 1.40 કરોડ બળજબરી ઓનલાઇન એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા
  • ઠગ ટોળકીએ મહિલાનાં પતિને ખોટા કેસોમાં સંડોવી દેવાની ધમકી આપી હતી

નવસારી જિલ્લાના ટોળી ગામમાં રહેતી મહિલાની સીબીઆઇના નામે ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી ઠગ ટોળકીએ રૂ. 1.40 કરોડ બળજબરી ઓનલાઇન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી સાઇબર ક્રાઇમમાં નોંધાઇ છે.

નવસારીના ગીતાબેન દિવ્યેશભાઇ પટેલ)ના બીમાર પતિ દિવ્યેશભાઈના મોબાઇલ પર ગત ગત 17મી એપ્રિલે ફોન આવ્યો હતો. ફોન ગીતાબેને રિસીવ કરતા ફોન કરનારે દિલ્હીથી કસ્ટમ ઓફિસર બોલતો હોવાનું કહ્યું હતું. તેણે તમારા પતિનું કમ્બોડિયાથી દિલ્હી આવેલ પાસપોર્ટ, એટીએમ કાર્ડો, કપડા સહિતનું પાર્સલ પકડાયું છે અને દિલ્હીના વિહાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ પીઆઈ યશદીપ માવીએ વીડિયો કોલ કર્યો હતો. અને તેમના પતિને ખોટા કેસોમાં સંડોવી દેવાની ધમકી આપી હતી. પછી સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર બની અનિલ યાદવે હેડ ઓફિસના નકલી આઇકાર્ડ અને મનીલોન્ડરિંગ કેસનો લેટર બનાવી દિલ્હી કોર્ટની નોટિસ ઓનલાઇન મોકલી અને ગીતાબેન પટેલને ડિજિટલ એરેસ્ટ કર્યા હતાં. ત્યારબાદ ટોળકીએ મનિલેન્ડરિંગના ગુનામાં ફસાઇ દેવાની ધમકી આપી કેસ નહીં કરવા ગીતાબેન પાસેથી મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ કરેલા દોઢ કરોડ પૈકી જુદી-જુદી બેંકોમાં 1.40 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા.


  • Follow us on: