- કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે
- પાણી ફરી વળતા 3 યુવકો ફસાયા હતા એક મકાનમાં
- NDRFની ટીમ દ્વારા 3 યુવકોનું રેસ્ક્યું કરાઈને બચાવ્યા
સુરતના ઓલપાડ ખાતે બે દિવસથી ધમધોકાર વરસાદ વરસતા ખેતરોમાં અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે,સુરતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી.કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે,એનડીઆરએફની ટીમને મેસેજ મળ્યો હતો કે એક ઘરમાં ત્રણ યુવકો ફસાયા છે તો ત્યાં પહોંચીને ત્રણેય યુવકોને સહી સલામત રીતે બહાર કાઢયા હતા.
સુરતમાં પડયો છે ભારે વરસાદ
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ સુરત પહોંચી છે.સુરતમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતુ તો ધીરે ધીરે આ પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ છે.સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી એનડીઆરએફની ટીમે 200 કરતા વધારે લોકોનું રેસ્કયું કર્યુ હતુ અને સલામત સ્થળે ખસેડયા હતા.

માંગરોળમાંથી પશુઓનું રેસ્કયું કરાયું
સુરતના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે કીમ નદીના પાણી ગામમાં ઘુસી આવ્યા છે જેના કારણે ઘરો પાણીમાં વહી રહ્યાં હોય તેવો અહેસાસ સ્થાનિકો કરી રહયાં હતા,એનડીઆરએફની ટીમે સીમોદ્રા ગામેથી 50થી વધુ લોકોનું રેસ્કયુ કર્યુ હતુ,ગામમાં પશુઓ પણ પાણીની વચ્ચે બેહાલ પડયા હતા તો તેમનું પણ રેસ્કયું કરાયું હતું.
કયા જિલ્લામાં આપી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા,અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.ઓફસોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજ્યમાં નોંધાવવો જોઈએ તેનાથી 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ આવશે તેવી આગાહી કરાઈ છે સાથે સાથે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ સારો એવો થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્રારા કરવામાં આવી છે,ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાની સાથે જ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આપશે.









