• રાત્રે બાઈક પર આવેલા લૂંટારુએ ચલાવી લૂંટ
  • જીવનજ્યોતિ ગેસ એજન્સીનો માલિક લૂંટાયો
  • નરોડા પોલીસે અરજી લઈને માન્યો સંતોષ

અમદાવાદના નરોડા પાટિયા પાસે 5 લાખની ચિલઝડપ સામે આવી છે. જેમાં અમદાવાદના નરોડા પાટિયા પાસે બાઇક પર આવેલા શખ્સોએ 5 લાખની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

આ વચ્ચે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બાઇક પર આવેલા શખ્સોએ લૂંટ કરી હતી અને ફરાર થઇ ગયા હતા. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક પાસેથી 5 લાખ રૂપિયાની ચિલઝડપની ઘટના બની હતી. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક એક્ટિવા પર જઇ રહ્યાં હતા.

[[$googlead]]

આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સ 5 લાખની ચિલ ઝડપ કરીને ફરાર થઇ ગયા હતા. આ મામલે જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. નરોડા પોલીસે અરજી લઈને સંતોષ માન્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: