- વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ પાસ કરાવવાનું ષડ્યંત્ર
- બંને આરોપીઓને હ્યુમનસોર્સ અને ટેકનિકલ સર્વેન્સના માધ્યમથી ઝડપી લીધા
- 16 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા લઇ મેરીટ માર્ક્સ સાથે પાસ કરી આપવાનું ષડ્યંત્ર
ધોરણ 12 પછી મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસે દશ લાખ રૂપિયા લઈ મેરીટ માર્ક્સ સાથે પાસ કરાવવાના ષડયંત્રના મુખ્ય સૂત્રધાર વડોદરાના તુષાર ભટ્ટ અને નાણાંકીય વ્યવહાર કરનાર ગોધરાના વચેટિયો આરીફ્ વોરાની પંચમહાલ એલસીબી ટીમે રાજસ્થાનના બાંસવાડામાંથી ધરપકડ કરી છે. આ સાથે આ કૌભાંડમાં અગાઉ વ.ડોદરાના પરશુરામ રોયની ધરપકડ થઇ હતી.આમ હવે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થઇ છે.
તુષાર ભટ્ટ અને આરીફ વોરા વાસંવાડાથી કાર મારફ્તે અન્ય સ્થળે ભાગી જવાની પેરવી પૂર્વે જ ઝડપાયા હતા. પોલીસે કાર સાથે બંને આરોપીઓને હ્યુમનસોર્સ અને ટેકનિકલ સર્વેન્સના માધ્યમથી ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓને સોમવારે ગોધરા કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી માટે રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દશ દિવસના રિમાન્ડ ઉપર હાલ પરશુરામ રોય છે જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.










