- NEET UGના વિવાદનો સુપ્રીમ કોર્ટમાં નિર્ણય
- 67 પરીક્ષાર્થીઓએ 720 માર્કસ મેળવ્યા હતા
- વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે
ફિઝિક્સના પ્રશ્નના ચોથા વિકલ્પને સાચો માનીને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 67 પરીક્ષાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવીને ટોપ કર્યું હતું. પરંતુ ત્યાર બાદ NEET UGના આ વિવાદનો સુપ્રીમ કોર્ટમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
પરિણામ આ વેબસાઈટ પરથી જોઈ શકાશે
NEET UGનું સુધારેલું પરિણામ ચેક કરવા માટે NTAની વેબસાઈટ exams.nta.ac.in/NEET પર મુલાકાત લો. આ સિવાય ડાયરેક્ટ લિંક https://exams.nta.ac.in/NEET/NEET2024SCRevised.html પર જઈને જોઈ શકાય છે.
મેડિકલ કાઉન્સલિંગ કમિટિ નીટ કાઉન્સલિંગની પ્રક્રિયા જલ્દી શરૂ કરવામાં આવશે. કાઉન્સલિંગના કુલ ત્રણ રાઉન્ડ થશે, ત્યાર બાદ એક સ્ટ્રે રાઉન્ડ થશે. નીટ યુજી કાઉન્સલિંગ માટે રજિસ્ટ્રેશન મેડિકલ કાઉન્સલિંગ કમિટિની વેબસાઇટ https://mcc.nic.in/પર થશે. કાઉન્સલિંગનું શેડ્યુલ પણ આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.