• NTA દ્વારા રાજ્યનાં 554 શહેરોમાં 5મી મેના રોજ પરીક્ષા લેવાશે

  • 13 ભાષામાં લેવાનાર પરીક્ષાનું પરિણામ 14 જૂનના રોજ જાહેર કરી દેવાશે
  • દેશનાં 554 જેટલા શહેરોમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ MBBS સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે આગામી તા.9 માર્ચ સુધી ચાલશે. દેશનાં 554 જેટલા શહેરોમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવાશે. તા.14 જૂન-2024ના રોજ પરિણામ જાહેર કરાશે. મેડિકલમાં પ્રવેશ વખતે નીટના પરિણાના પર્સન્ટાઈલ ધ્યાનમાં રાખવામાં આવે છે, પરંતુ આ વખતે પર્સન્ટેજ ધ્યાનમા રાખવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

NTA દ્વારા નીટ-યુજીના ફોર્મ ભરવાની નોટીસ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે ઈન્ફર્મેશન બુલેટીન, અભ્યાસક્રમ અને એક્ઝામની પેટર્ન પણ જાહેર કરી છે. નોટીસમાં પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, આગામી તા.5 મે-2024ના રોજ પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 2થી સાંજના 5:20 કલાકનો રહેશે, જેમાં 3 કલાકને 20 મિનિટનો સમય આપવામાં આવશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તામીલ, તેલગુ, ઉર્દુ સહિત જુદી જુદી કુલ 13 ભાષામાં પરીક્ષા લેવાશે. ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી રૂ.1,700, EWS અને OBC કેટેગરીમાં રૂ.1,600 અને SC, ST, PwBD અને થર્ડ ઝેન્ડર માટેની ફી રૂ.1,000 રહેશે.


  • Follow us on: