• ટોમેટોસ રેસ્ટોરન્ટએ વેજના ઓર્ડરમાં નોનવેજ પીરસ્યું હતુ
  • યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે
  • સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં ઘટના બની

અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં વેજ ખાવાના ઓર્ડરમાં નોનવેજ ખાવાનું આપ્યું છે. તેમાં ટોમેટોસ રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં આક્રોસ જોવા મળ્યો છે. તેમાં વેજ ખાવાના ઓર્ડરમાં નોનવેજ ખાવાનું અપાતા મામલો બિચક્યો હતો.


[[$googlead]]

[[$alsoread]]

ટોમેટોસ રેસ્ટોરન્ટએ વેજના ઓર્ડરમાં નોનવેજ પીરસ્યું હતુ

ટોમેટોસ રેસ્ટોરન્ટએ વેજના ઓર્ડરમાં નોનવેજ પીરસ્યું હતુ. ગ્રાહકને જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કર્યું હતુ. તેમાં વેજના બદલે નોનવેજ પીરસાયું હતુ. એક વ્યક્તિએ વેજીટેરિયન ખાવાનું મંગાવ્યું હતું રેસ્ટોરન્ટ વાળાએ નોનવેજ ખાવાનું આપી દીધું હતું. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં એક યુવક મિત્રો સાથે જમવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.


યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે

યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે જમાવનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કર્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેઓના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે.

થોડાક સમય પહેલા અમદાવાદમાં પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો

થોડાક સમય પહેલા અમદાવાદમાં પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો. ઓનલાઈન ઓર્ડર કરેલા પિત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. શખ્સે ઓનલાઈન ફુડ ડિલીવરી એપ પર ઓર્ડર કર્યો હતો. તેમજ એલિસબ્રિજના લા પીનોઝ પિઝા સેન્ટરમાં જીવાત નીકળી હતી. તો બોપલ આઉટલેટમાંથી પણ ફરિયાદ ઉઠી હતી. વંદો નીકળતા AMCના આરોગ્ય વિભાગને જાણ કરાઈ છે. તેમજ જોધપુરના પિત્ઝા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ઓનલાઇન ઓર્ડર કરેલા પીત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. ઓનલાઇન ફુડ ડિલીવરી એપ પર પિત્ઝા ઓર્ડર કર્યો હતો. ગત સપ્તાહે એલિસબ્રિજ લા પીનોઝ પિત્ઝા સેન્ટરમાં કીડા મકોડા જોવા મળ્યા હતા. ત્યારે શહેરના પિત્ઝા શોપ અને ડિલિવરી કરનાર વ્યક્તિ શંકાના દાયરામાં આવી છે. આ વિશે AMC ના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. કારણ કે, બોપલમાં પણ પિત્ઝામાં ગ્રાહકોને માઠા અનુભવ થયો છે.

અંદરથી ધડાધડ પંદર-વીસ નાના નાના જીવડા બહાર નીકળ્યા

થોડા સમય પહેલા અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલ લા પિનોઝ રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના બની હતી. આ ઘટના તાજી હતી, ત્યાં ગુજરાત કોલેજ પાસે આવેલ લા પિનોઝ પિત્ઝામાં યુવકોએ ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડા નીકળ્યા હતા. આ રેસ્ટોરન્ટમાં કેટલાક યુવકોનું ગ્રૂપ પિત્ઝા ખાવા ગયુ હતું, તેઓએ પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. પિત્ઝા આવતા જ તેઓએ બોક્સ ખોલ્યું, તો અંદરથી ધડાધડ પંદર-વીસ નાના નાના જીવડા બહાર નીકળ્યા હતા. 

  • Follow us on: