ભાવનગર મહુવા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે જેમાં દેવળીયામાં ખુલ્લામાં મુકેલો પાક પલળ્યો છે, સફેદ ડુંગળીનો પાક વરસાદથી પલળ્યો હોવાની વાત સામે આવી છે, ખેડૂતો યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા આવ્યા હતા અને તે પાક ખુલ્લામાં મૂકયો હતો તો વરસાદ આવવાથી પાક પલળી ગયો છે અને નુકસાન થયું છે.
મહુવાયાર્ડમાં મોટા પ્રમાણમાં સફેદ ડુંગળી પલળી
કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે, મહુવા માર્કટિંગ યાર્ડ દેવળીયા ગામ પાસે સફેદ ડુંગળી માટે ખાસ યાર્ડની જગ્યા ભાડા પટ્ટા પર રાખી છે, આ સ્થિતિ યાર્ડની છે હાલ ખેતરમા ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે, ગઇકાલે ત્રણ લાખ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ હતી જેમાથી બે લાખ ડુંગળીના થેલાની હરાજી થઈ ચૂકી છે. સત્તાધિશોને આગાહી અને અંગેની સૂચના હોવા છતાં આટલી મોટી બેદરકારી કેમ સામે આવી છે તેની સામે પણ સવાલ ઉભા થયા છે.
ભાવનગરના ૬૧ ગામોમાં વીજ ધબકડો બોલી ગયો હતો
ભાવનગરમાં સોમવારે બપોર પછી પલ્ટાયેલા વાતાવરણ બાદ કરા સાથે વરસાદ ખાબકતા ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો હતો. વાઝડી સાથે ખાબકેલા વરસાદના પગલે ભાવનગરના ૬૧ ગામોમાં વીજ ધબકડો બોલી ગયો હતો. સૌથી વધુ ભાલ પથંકમાં પાણી ભરાતા વધુ વીજ નુકસાન થયુ હતુ. ૮૪ વીજ પોલ ધ્વસ્ત થતા મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેર જિલ્લામાં બે દિવસથી વાતાવરણે પલ્ટો માર્યો છે. વૈશાખમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર પછી ભારે પવન ફૂંકાવાની સાથે કરાનો વરસાદ પડી ગયો હતો. બીજા દિવસે પણ જિલ્લાના મામસા આસપાસ કરાનો વરસાદ ખાબક્યો હતો.









