- 2022માં 500 કિલો વોટના બે જનરેટર ખરીદાયા હતા
- એક જનરેટરની અંદાજીત કિંમત 24 લાખ
- જનરેટરનો ઉપયોગ ન થતા લાગી રહ્યો છે કાટ
વડોદરામાં એસ.એસ, જી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં લાખો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલા જનરેટર ધૂળ ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ 2022માં 500 કિલો વોટના 2 જનરેટર ખરીદવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં તે કામ કરી રહ્યા નથી.

કેટલી હોય છે એક જનરેટરની કિંમત
હાલમાં હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની પાછળ ઉપયોગમાં લેવાયા વિનાના જનરેટર પડી રહયા છે. એક જનરેટરની અંદાજિત કિંમત 24 લાખ રૂપિયા હોય છે એટલે કે 2 જનરેટરની કિંમત 48 લાખ રૂપિયા થાય છે. તેમ છતાં પણ આ જનરેટરનો ઉપયોગ થઈ રહ્યો નથી અને તેઓ ધૂળ ખાવાના કારણે ખરાબ થઈ રહ્યા છે.

પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ
દોઢ વર્ષથી ખુલ્લા વાતાવરણમાં જનરેટર મૂકી દેવાયા હોવાના કારણે અને સાથે જ તેનો યોગ્ય રીતે ઉપયોગ ન થવાના કારણે તે ખરાબ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ સાથે જ જ્યાં જનરેટર રાખવામાં આવ્યા છે ત્યાં શેડ પણ લગાવાયા નથી. જેના કારણે જનરેટર ખરાબ થતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ વાતાવરણની અસરના કારણે તે કાટ ખાઈ રહ્યા છે.









