• અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધ્યો મુસાફરોનો ધસારો 
  • નવી 6 ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા શરૂ કરાયું સંચાલન 
  • ફ્લાઇટ્સ વધતાં ઈન્ટરનેશનલ ટુરની કિંમતોમાં ઘટાડો નોંધાયો 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 6 મહિનાના સમયમાં 6 એરલાઇન્સ કંપનીએ પોતાની નવી કનેક્ટીવિટી શરૂ કરી છે જેને કારણે ઇન્ટરનેશનલ ટુર સસ્તા થયા છે અને મીની વેકેશનમાં ગુજરાતીઓ હવે ડોમેસ્ટિકના બદલે ઈન્ટરનેશનલ ટુર પર જવાનું પસંદ કરી રહ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 1 વર્ષમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના બે ટર્મિનલમાં વધુ ઇમિગ્રેશન કાઉન્ટર્સ, ચેક-ઇન કાઉન્ટર્સ, સિક્યોરિટી હોલ્ડ એરિયા અને લાઉન્જ સહિતના ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે મુસાફરોની સંખ્યા તો વધી જ છે સાથે સાથે ફ્લાઈટસ અને નવી ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપનીઓએ પણ તેમની એરલાઇન્સ અમદાવાદ એરપોર્ટથી સંચાલન કરવાની શરૂઆત કરી છે જેના કારણે ઈન્ટરનેશનલ ટુરની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

આ ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમદાવાદ એરપોર્ટથી સંચાલન શરૂ કર્યું

  • ફ્લાય બગદાદ
  • મલેશિયન એરલાઇન્સ
  • વિયેતનામ એરલાઇન્સ
  • થાઈ સ્માઈલ એરવેઝ
  • થાઈ એર એશિયા

દિવાળી વેકેશન હોય કે ક્રિસમસ વેકેશન ગુજરાતીઓ ફરવા માટે ઉત્સુક હોય છે અને આ જ કારણથી રજાઓના માહોલમાં મોટાભાગના ગુજરાતીઓ ફરવા માટે ઉપડી જતા હોય છે જો કે હવે ગોવા, જમ્મુ કાશ્મીર, કેરળ, હિમાચલ પ્રદેશ જેવા ડેસ્ટીનેશનના બદલે ગુજરાતીઓ દુબઈ, બેંગકોક, થાઇલેન્ડ, ઇજિપ્ત સહિતના દેશોમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે ઇન્ટરનેશનલ ટુર માટેની સીધી ફલાઇટ અમદાવાદથી ઓપરેટ થતા એરફેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જેને કારણે હવે ફરવાના શોખીનોને ડોમેસ્ટિક ફ્લાઇટની કિંમતમાં ગલ્ફ તેમજ મિડલ ઇસ્ટના દેશોની ટીકીટ અને ટુર પેકેજ સસ્તામાં મળી રહયા છે..

વર્ષ 2023માં અમદાવાદ એરપોર્ટ પર પાંચ નવી ઈન્ટરનેશનલ એરલાઈન્સે તેમનું સંચાલન શરૂ કર્યું છે તેવામાં હવે ભૂટાન એરલાઇન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ પણ SVPI ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વર્ષ 2024માં સંચાલન શરૂ કરવાની તૈયારી બતાવી છે જેનાથી ફરવાના શોખીનો પાસે હવે ફરવા માટેના વિકલ્પો પણ વધી જશે.


  • Follow us on: