- વલસાડમાં નવો કીમિયો અજમાવાયો
- દારૂ ઘૂસાડવા ગેસનો ટેમ્પો વપરાયો
- પોલીસે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે એટલે કે અહીં શરાબ, નશો ઈત્યાદિનું સેવન, વેચાણ અને સંગ્રહણ કરવો ગુનો બને છે. જો કે અહીં બુટલેગરો સરકારી તંત્રના ફરમાનોને પ્રતિબંધોને અવગણીને અવનવી રીતો દ્વારા દારૂ ઘૂસાડવાના નવા રસ્તાઓ શોધી જ લેતા હોય છે. આવો જ એક ખેપાની કીમિયો વલસાડથી લાવવામાં આવી રહેલા દારૂના જથ્થા માટે જોવા મળ્યો. જો કે પોલીસે આ મુદ્દામાલને ઝડપી પાડ્યો છે.
આ ઘટના વિશે વધુ માહિતી પ્રમાણે વલસાડથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ગેસ લિમિટેડના ટેમ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ કીમિયો નવો છે જેનો કદાચ પહેલી વાર જ ઉપયોગ કરાયો હોવાનો સંભવ છે. આ ઘટનાની વિશેષ માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં ગુજરાત ગેસ કંપનીનો ટેમ્પો બનાવીને તેમાં દારૂનો જથ્થો છૂપાવીને દારૂ લાવવામાં આવ્યો હતો. આ મામલે પારડી પોલીસે ચાલકની સાથે 14.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પારડી પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.













