- થોડા દિવસ પહેલા જ બ્રિજનું કરાયું હતું લોકાર્પણ
- બ્રિજમાં પાણી ઉતરતા પોપડા ઉખડ્યા
- 3 મહિના બ્રિજનું કરવામાં આવ્યું છે ટેસ્ટિંગ
રાજ્યમાં વધુ એક નવનિર્મિત બ્રિજ વિવાદોમાં આવ્યો છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ ગાંધીનગરમાં બનેલા રક્ષા શક્તિ સર્કલ પર બનેલા બ્રિજમાં તિરાડો જોવા મળી રહી છે. આ બ્રિજના નીચેના ભાગમાં તિરાડો જોવા મળી રહી છે. નોંધનીય છે કે થોડાં દિવસો પહેલાં જ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું.
નોંધનીય છે કે, 52 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો. જેનું થોડાં દિવસો પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજમાં પાણી ઉતરતા પોપડા ઉખડ્યા છે. એટલું જ નહીં બ્રિજનું 3 મહિના સુધી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ અંગે R & B વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું કે, આ એક્સપાન્સન જોઇન્ટ છે જેમાં તિરાડો જોવા મળી રહી છે. જેમાં સીઝન બદલાય એમ કોંક્રિટમાં એક્સપાન્સન થયેલું જોવા મલી રહી છે. તેમાં બે એક્સપાન્સન જોઈન્ટમાં અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. જેનું કામ ઝડપથી કરવામાં આવશે.
તેમજ બીજી તરફ બ્રિજ ઉપર ક્યાંક રોડમાં તિરાડ પડતા ડામરના થીગડા માર્યા હોવાનું સામે આવતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. મેયરે કહ્યું, બ્રિજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે. કંપની અંગે પૂછતા કહ્યું, તમામ ટેસ્ટિંગ અને ખરાઈ કર્યા બાદ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.









