પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શાસનને ધ્વસ્ત કરીને ભાજપે સત્તા આંચકી લેવા સુધીના વલણો આવ્યા છે. ત્યારે આ વિજયના સંકેતને લઈને પશ્ચિમ બંગાળમાં એક ગુજરાતી યુવાનની મહેનત રંગ લાવી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના સુપ્રીત પટેલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાથી જ પાયાનું કામ કર્યું છે. જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.

ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કામ કર્યું

ભાજપના યુવા મોરચાના સહપ્રભારી સુપ્રીત પટેલે કહ્યું હતું કે, ભાજપની જીત પાછળ ગુજરાતી રણનીતિનો મોટો ફાળો છે. સુપ્રીત પટેલ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર છે. તેમણે સતત ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કામ કર્યું છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્ય છે. સુપ્રીત પટેલે પશ્ચિમ બંગાળમાં રહીને પાયાનું કામ કર્યું હતું. તેમણે ત્યાં ભાજપ 180થી વધુ બેઠકો જીતે તેવું અનુમાન કર્યું છે.

ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાનું નિવેદન

પશ્ચિમ બંગાળના પરિણામો આવ્યા બાદ ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. બંગાળની જનતાએ મમતા દીદીના કુશાસનને નકારી કાઢ્યું છે. અમે ઘૂસણખોરોને હાંકી કાઢીશું. અમે બંગાળને હિંસા મુક્ત બનાવીશું.

આ પણ વાંચોઃ West Bengal Election Result 2026: આરજી કર રેપ પીડિતાની માતા પાનિહાટી બેઠક પર આગળ, 3,000 મતોની લીડ