ગાંધીનગરમાં યોજાયેલા સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર ના નિમણૂંક પત્ર એનાયત કરવાના એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અલગ જ અને રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. 

હળવા મોઢે એક ચોંકાવનારું નિવેદન 

મંચ પરથી સંબોધન કરતી વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલે 'વિકસિત ભારત ૨૦૪૭' નો ઉલ્લેખ કરતાં હળવા મોઢે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું, જેણે રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

2047માં અમારામાંથી ઘણા લોકો નહીં હોય, પરંતુ હર્ષભાઈ તો હશે જ

મુખ્યમંત્રી પટેલે જાહેરમાં રમુજ કરતાં કહ્યું હતું કે, "વિકસિત ભારત 2047માં અમારામાંથી ઘણા લોકો નહીં હોય, પરંતુ હર્ષભાઈ તો હશે જ..." સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિવેદન બાદ સમગ્ર હોલ તાલીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો. આ નિવેદનને માત્ર એક મજાક તરીકે જોવાને બદલે રાજકીય વિશ્લેષકો અને વર્તુળોમાં તેના ઊંડા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

https://www.instagram.com/reel/DbF3Tsolbos/?utm_source=ig_web_button_share_sheet   


ભવિષ્યના મુખ્ય નેતૃત્વ વિશે ચર્ચાઓ શરું

સીએમના આ વિધાન બાદ રાજકીય મોરચે એવી મોટો ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, શું મુખ્યમંત્રીએ હર્ષ સંઘવીના રૂપમાં ગુજરાતના ભવિષ્યના મુખ્ય નેતૃત્વ કે ઉત્તરાધિકારી તરફ સંકેત આપ્યો છે? યુવા નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કરતી તેમની આ ટિપ્પણીને આગામી સમયના રાજકીય સમીકરણો અને સંભવિત 'ડિપ્યુટી સીએમ' કે ભવિષ્યના વડા તરીકેના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.