મંત્રીમંડળનું વિસ્તરણ- ફેરફાર શુક્રવારે થશે નવથી વધુ મંત્રી મંત્રીમંડળમાંથી પડતા મૂકાવાની શક્યાતાઓ છે. આથી, ગુરૂવારે તેમના રાજીનામા લેવાશે. બાદમાં 12થી વધુ ધારાસભ્યોને મંત્રી તરીકે ફરજ અને જવાબદારીનો બંધારણિય અધિકાર નિહિત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવાશે. રાજ્યપાલ હાલમાં હરિયાણામાં છે. આજે બપોર પછી તેઓ ગાંધીગર આવશે.


[[$googlead]]

ગુજરાત ભાજપના ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર નહી છોડવા આદેશ

ગુજરાત ભાજપના મોવડીઓએ દિલ્હીમાં PM હાઉસમાં સળંગ પાંચ કલાક મેરેથોન મિટિંગ કર્યાના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ-ફેરફારનુ ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. બુધવારે સાંજે વિધાનસભામાં શાસકપક્ષના મુખ્ય દંડક, ઉપદંડકોએ ભાજપના તમામ ધારાસભ્યોને 16મી ઓક્ટોબરે ગુરૂવાર અને 17મી ઓક્ટોબરને શુક્રવાર એમ બે દિવસ ગાંધીનગરમાં રહેવા ફોન કરી સુચના આપી છે.

સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ જોવા મળ્યા ન હતા

ભાજપના ધારાસભ્યોના ગાંધીનગરમાં આગમન વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે બપોર પછી મુંબઈથી પરત આવશે. બાદમાં તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવતને મળી શકે છે. બાદમાં પોતાના મંત્રી મંડળમાંથી બરખાત થતા મંત્રીઓના રાજીનામા તેમજ પદનામિત મંત્રીઓના નામોની સૂચિ સોંપશે. સોમવારે દિલ્હીમાં PM હાઉસમાં મેરેથોન બેઠક બાદ કોને પડતા મુકાશે ? કોને પદ મળશે ? તેને લઈને ભાજપમાં સૌ કોઈનો રક્તચાપ વધી રહ્યો છે. તેવામાં સળંગ ત્રીજા દિવસે પણ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ જોવા મળ્યા ન હતા.

[[$alsoread]]

162 માંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી કે તેને સમકક્ષપદ મળશે

સામાન્ય વહિવટ વિભાગ- GADના પ્રોટોકોલ વિભાગે માર્ગ મકાન વિભાગ પાસે કેટલીક વિગતો માંગી હતી. જેમાં સ્વર્ણિમ સંકૂલ ૧-૨માં મંત્રીની ૩૦ પૈકી ૧૪ ચેમ્બર ખાલી હોવાનુ અને મંત્રીનિવાસમાં કુલ ૪૦ પૈકી ૧૨ બંગલા ખાલી હોવાનું જણાવાયુ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ૮ કેબિનેટ અને ૮ રાજ્યકક્ષાના મળી ૧૬ મંત્રીઓ છે. બંધારણ મુજબ મંત્રીપરિષદનું કદ મુખ્યમંત્રી સમેત ૨૭નુ રહી શકે છે. વિસ્તર પછી ૨૧થી વધુ મંત્રીઓ અને વિધાનસભાના ૬ પદો ઉમેરતા ભાજપના ૧૬૨માંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી કે તેને સમકક્ષપદ મળશે.

  • Follow us on: