ગાંધીનગરના દહેગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પરિણામ આવતાની સાથે જ કાર્યકોરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવાર માટે કાર્યકરો ખુશ છે. જનતાએ વિશ્વાસ મુકવા બદ્દલ વિજેતા ઉમેદવારો તેમનો આભાર માની રહ્યા છે. ગાંધીનગરના દહેગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યુ હતુ. અને ઉમેદવારોના ભાવિ સીલ થયા હતા. ત્યારે આજની મતગણતરીને ઉમેદવારોને જીત અને હારનો માર્ગ બતાવ્યો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ













