ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 38,904 મતોની લીડથી જીતી ગયાં છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના રમેશ ચાવડાને 52085 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને 2652 મત મળ્યા છે. કડીમાં ભાજપના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકીના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ છે. જેના પરિણામમાં ભાજપને મોટી જીત મળી છે.
રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય કાર્યકર












