રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનના માળખા ને લઈને નિરીક્ષકો યાદી લઈને રવાના થયા હતા અને શહેર ભાજપના સંગઠન માટેના 21 હોદ્દેદારો માટે 91 જેટલા નામો મૂકવામાં આવ્યા છે, મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાઇઝ સમીકરણોનું ચોકઠું ગોઠવવામાં આવશે. કેટલાક હોદાઓ પર નામોની ચર્ચાઓ વચ્ચે નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતાઓ છે અને પ્રદેશ નિરીક્ષક ભરતસિંહ પરમારે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે પણ મુલાકાત કરી હતી.
આગામી ટીમમાં સાત મહિલાઓને પણ સ્થાન આપવામાં આવનાર છે
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખાને બનાવવા માટે આજે સેન્સ લેવામાં આવી હતી. પ્રદેશ સ્તરેથી આવેલા બે પ્રતિનિધીની હાજરીમાં સુનાવણી થઈ હતી. ૨૦ હોદ્દેદારો માટે અલગ અલગ અનેક રજૂઆતો આવતા અને પ્રદેશ પ્રતિનિધીઓને બંધ બારણે પણ નામો આપવામાં આવતા દરેક હોદ્દા માટે ત્રણ ત્રણ નામની પેનલ બનાવવામાં આવી છે અને તે પ્રદેશ પ્રમુખને સોંપી દેવાશે અને આખરી નિર્ણય ત્યાંથી કરવામાં આવનાર છે. પ્રમુખ સહિત ૨૧ હેદેદારોનું સેગઠન માળખું બનતું હોય છે. જેમાં પ્રમુખની નિયુક્તિ અગાઉ થઈ ગયેલી છે. આગામી ટીમમાં સાત મહિલાઓને પણ સ્થાન આપવામાં આવનાર છે.
શીતલ પાર્કમાં આવેલા કમલમ ખાતે ભાજપ નેતાગીરી દ્વારા સેન્સની પ્રક્રિયા કરવામાં આવી હતી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું હતું કે, ૨૦ હોદેદારો અંગે જે રજૂઆતો આવી છે તેમાં ત્રણ ત્રણ નામની યાદી તૈયાર નિરીક્ષકો દ્વારા થઈ છે. આ ઉપરાંત સીધી રજૂઆતમાં પણ તેમની પાસે કેટલાક પત્રો આપવામાં આવતા તે પણ તેઓ ધ્યાને લઈ શકે છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું હતું કે, ૨૦ હોદેદારો અંગે જે રજૂઆતો આવી છે તેમાં ત્રણ ત્રણ નામની યાદી તૈયાર નિરીક્ષકો દ્વારા થઈ છે. આ ઉપરાંત સીધી રજૂઆતમાં પણ તેમની પાસે કેટલાક પત્રો આપવામાં આવતા તે પણ તેઓ ધ્યાને લઈ શકે છે. શીતલ પાર્કમાં આવેલા કમલમ ખાતે ભાજપ નેતાગીરી દ્વારા સેન્સની પ્રક્રિયા કરવામાં આવી હતી.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ નક્કી કરતા પહેલા પણ ત્રણ માસ જેવી લાંબી કવાયતો ચાલી
આગેવાનો દ્વારા અપેક્ષીતો સાથે જ વાતચીત થવાની હોવાથી દાવા કરનારાઓને દૂર રખાયા હતા. સામે કાંઠેથી થોડા દિવસ પહેલા લેટર બોમ્બ દ્વારા મહામંત્રી અશ્વીન મોલિયાને બદલે દુષ્યંત સંપતની પસંદગી થાય તે માટે દાવો કરવામાં આવ્યો હતો. પ્રદેશ નેતાગીરીને પત્ર પણ મોકલાયો હતો. છેલ્લા આઠેક દિવસથી આંતરીક ધમાસાણ પણ ચાલતું હોય તેમ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને અન્યો સામે પણ આક્ષેપો કરતો જૂનો પત્ર પણ વાયરલ કરાયો હતો. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ નક્કી કરતા પહેલા પણ ત્રણ માસ જેવી લાંબી કવાયતો ચાલી હતી.
બંને આગેવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુનાવણી કરશે
રાજકોટ જિલ્લાના ભાજપ પદાધિકારીઓ નક્કી કરવા માટે શહેરની જેમ સુનાવણી કરવામાં આવનાર છે અને આ માટે બે નિરીક્ષકો રાજકોટ આવીને જિલ્લા ભાજપ કાર્યાલય ઢેબર રોડ ખાતે આગેવાનો સાથે પરામર્શ કરવાના છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા અને મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કહયું હતું કે, તા.૭ના રોજ સુનાવણી કરવામાં આવનાર છે. પક્ષના અપેક્ષીતો દ્વારા નામો આપવામાં આવશે અને તેને પ્રદેશમાં મોકલી આપવામાં આવશે. ધારાસભ્યો, પૂર્વ મંત્રી, સાંસદો વિગેરે સાથે બેઠક યોજીને વિવિધ દાવેદારોના નામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આખરી નિર્ણય પ્રદેશ સ્તરેથ જાહેર કરવામાં આવશે.