આગામી 19 જૂન 2025ના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેવામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિસાવદર પેટા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ પ્રચાર કર્યો હતો. ભવનાથ તળેટી ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુ સાથે બેઠક કરી હતી. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં લોકોને માળખાકીય સુવિધા આપવામાં આવશે.
વિસાવદર વિધાનસભામાં હર્ષ સંઘવીનો પ્રચાર
વિસાવદર વિધાનસભામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે જૂનાગઢ પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરફ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભવનાથ તળેટી ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી. સાથે જ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુ સાથે બેઠક કરી હતી.
