ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અહી ખેડૂતને દેશનો અન્નદાતા કહેવામાં આવે છે. ખેતી એ ભારતના દરેક ગામનું જીવન છે પરંતુ ખેતીમાં ઘણી સમસ્યાઓ છે જેનો ખેડૂતોને સામનો કરવો પડે છે. ખેતીને સરળ બનાવવા માટે સરકાર ખેડૂતો માટે દરરોજ નવી નવી યોજનાઓ લાવતી રહે છે. ત્યારે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાશે અને એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે.

એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે

રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે. આ માહિતીનો ઉલ્લેખ ખેતી નિયામાકની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર, આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ છે.


  • Follow us on: