ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬ હજાર હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ૯૩ જેટલા ખરીદ કેન્દ્રો પરથી તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.
તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે













