વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી આજે તા.૭મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેમના દ્રષ્ટિવંત અને સફળ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જેની ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ અંતર્ગત જનહિતના કાર્યક્રમો થકી ઉજવણી કરી રહી છે.વડાપ્રધાને આંતરમાળખાકીય વિકાસની સાથે કૃષિ ક્ષેત્રની કાયાપલટ માટે નવી યોજનાઓ શરૂ કરી છે ખાસ સમયની માંગને ધ્યાને રાખીને વડાપ્રધાને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન વર્ષ ૨૦૨૪માં શરૂ કર્યું છે તેના પરિણામો અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.
કુલ 46 જેટલા ક્લસ્ટર બનાવવામાં આવ્યા
અમરેલી જિલ્લામાં આશરે 17 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે. આ ખેડૂતો 18978 એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 227 જેટલા મોડલ ફાર્મ પણ બની ચૂક્યા છે.આ ફાર્મના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ જાણકારી મળી રહે છે જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત પણ થઈ રહ્યા છે.આ માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનો પ્રેરણા પ્રવાસ પણ કરાવવામાં આવે છે.રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન હેઠળ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ખાસ જિલ્લામાં ત્રણ ત્રણ ગામોનો સમાવેશ કરતા કુલ 46 જેટલા ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે.













