ખેડૂતોનો આક્ષેપ છે કે, 700 થી 800 રૂપિયાથી વધારે ભાવ મળતો નથી અને જો થોડીક સારી મગફળી હોય તો 1100 રૂપિયા જેવો ભાવ મળે છે ત્યારે સૌ મોસમી વરસાદથી ખેડૂતોને નુક્સાન થયું હોય આટલો ભાવ પોષણ થાય તેમ નથી ખેડૂતોની એક જ અપેક્ષા છે કે હજાર રૂપિયા ઉપરનો ભાવ મળે તો સારું ત્યારે સાવરકુંડલા એપીએમસી માં મગફળી વેચવા આવેલા ખેડૂતોએ તેમની આ વેદનાઓ જણાવી.


ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી ચાલુ છે

સાવરકુંડલા એપીએમસીમાં આજે 30000 મણ જેટલી મગફળીની બમ્પર આવક નોંધાય છે અને ખેડૂતોને 800 રૂપિયાથી 1100 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે કમ મોસમી વરસાદે ખેડૂતોની મગફળી ને નુકસાન પહોંચાડ્યું છે તેની કારણે તેની અસર ભાવ ઉપર થઈ છે, સાવરકુંડલામાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી ચાલુ છે ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી છે તે શેડની મુલાકાત લીધી અધિકારી સાથે વાતચીત કરી તો આજે બીજા દિવસે પણ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર ત્રણ ખેડૂતો જ પોતાની મગફળી વેચવા આવ્યા હતા જે તમામની મગફળીની ખરીદી કરી લેવામાં આવી છે.

ખેડૂતોનો ટેકો તો છીનવાયો છે પણ કમર પણ ભાંગી ગઈ છે

કમોસમી વરસાદથી ખેડૂતોનો ટેકો તો છીનવાયો છે પણ કમર પણ ભાંગી ગઈ છે. ત્યારે નબળી મગફળીને કારણે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ ટેકાના ભાવમાં મગફળી ચાલે તેવી નથી જેના કારણે ખેડૂતો મજબૂરીથી ખુલે બજારમાં ઓછા ભાવે વેચી રહ્યા છે વેપારીઓ રહેમ દ્રષ્ટિ રાખી અને ભાવ વધુ આપે તેવી ખેડૂતોની જે અપેક્ષા અને માંગણી છે તેના ઉપર ગંભીર વિચારણા થાય તો ખેડૂતોને વેપારીઓનો સહકારથી ફાયદો થાય ત્યારે જોવાનું એ રહે છે કે અપેક્ષા કેટલે અંશે સફળ થાય છે.

 

  • Follow us on: