રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જે અન્વયે ખેડૂતો નુકસાની સહાય મેળવવા માટે આગામી તારીખ ૦૫ મી ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
આજે વધુ 1000 ખેડૂતોએ સહાય માટે અરજી કરી
જે અંગે તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે અને ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા ૨૨,૦૦૦,વધુમાં વધુ બે હેકટર માટે રૂપિયા ૪૪,૦૦૦ સુધી સહાય આપવામાં આવનાર છે.આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલના જણાવ્યા મુજબ આજે વધુ 1000 ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 69,000 ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજ દિન સુધીમાં સુધી 35,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
