ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું.પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં 4500 VCE લૉગિન થયા હતા અને અંદાજે 59000 નોંધણી પૂર્ણ થઈ હતી.આ ટ્રેન્ડને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પોર્ટલને 4500 VCE ઉપરાંત 30 ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું.


ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર સરળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે

આ વર્ષે નોંધણીના પ્રથમ દિવસે જ એક સાથે 9000 VCE લૉગિન થયા હતા. જેથી ગત વર્ષની સરખામણીએ લોડમાં 100 ટકા એટલે કે બમણો વધારો થતા આ પોર્ટલ ક્રેશ થયું હતું.અચાનક વધી ગયેલા લોડથી સિસ્ટમ ક્રેશ થયા બાદ પોર્ટલની ક્ષમતા વધારીને તેને બીજા જ દિવસે સવારથી પુનઃ કાર્યરત કરવામાં આવ્યું હતું.પોર્ટલની ક્ષમતા વધાર્યા બાદ હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર સરળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે.

રાજ્યના 2.17 લાખથી વધુ ખેડૂતોએ ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી

આજે તા.3 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 કલાક સુધીમાં જ રાજ્યના 2.17 લાખથી વધુ ખેડૂતોએ 9000 VCE મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી છે.રાજ્યના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે કૃષિ વિભાગે તાત્કાલિક ધોરણે સિસ્ટમને મહત્તમ કાર્યક્ષમતાએ પુનઃસ્થાપિત કરી હતી. રાજ્યમાં ટેકાની ખરીદી માટેનું નોંધણી પોર્ટલનું સર્વર ડાઉન થતાં ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


  • Follow us on: