ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવનાર છે. જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૫ જીલ્લાના ૧૮ તાલુકાઓના ૮૦૦ ગામોમાં સર્વે કરી પાક નુકસાની સહાય ચૂકવવામાં આવશે.
બિનપિયત ખેતી પાકોમાં આ સહાય
ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૩,૫૦૦/- એમ કુલ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. વર્ષાયુ/પિયત પાકોના ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.













