ખેડૂતો ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતો તા.1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા શરૂ થતાં ખેડૂતો હેરાન થયાં છે. સતત બીજા દિવસે નોંધણી કરવા માટેનું પોર્ટલ ડાઉન થયું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. આ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.


રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી માટે તેમની ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ દિવસે એક સાથે નોંધણી પ્રક્રિયા શરૂ થતાં સર્વર બંધ થયું છે. જરૂર પડશે તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમય લંબાવીશું. મગફળીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજે ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા શરૂ થતાં ખેડૂતો હેરાન થયાં છે. સતત બીજા દિવસે નોંધણી કરવા માટેનું પોર્ટલ ડાઉન થયું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે.

ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે

ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ.16223 કરોડથી વધુના મૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી.ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે.ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૫૨ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૫૩ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૫૬૦ પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૦૬૫ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

  • Follow us on: