ખેતરોમાં તૈયાર પડેલો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત માથે પડી છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે તો આફતરૂપ બન્યો જ છે, પણ સાથે સાથે પશુપાલકો માટે ઘાસચારાનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ગીર સોમનાથ જિલ્લો, જ્યાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે આ સમય સૂકા વાતાવરણનો હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી ધોધમાર વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે.


[[$googlead]]

મગફળીનો પાક કાઢીને તેના પાથરા ખેતરોમાં સૂકવવા માટે મૂક્યા હતા

આ એવા ખેતરો છે જ્યાં થોડા દિવસો પહેલાં ખુશીનો માહોલ હતો. મગફળી અને સોયાબીન જેવા મહત્વના પાક તૈયાર થઈ ચૂક્યા હતા. પરંતુ, હવે આ ખેતરોમાં માત્ર નિરાશા અને પાણી માં પલળેલો પાક જ દેખાય છે. આ વિસ્તારમાં સૌથી વધુ વાવેતર મગફળી અને સોયાબીનનું હોય છે. ખેડૂતોએ મગફળીનો પાક કાઢીને તેના પાથરા ખેતરોમાં સૂકવવા માટે મૂક્યા હતા. અચાનક આવેલો આ વરસાદ આ પાથરાઓ પર આફત બનીને વરસ્યો છે. ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પલળી ગયેલી મગફળી હવે સડી જશે અને સંપૂર્ણપણે નાશ પામશે. માત્ર મગફળી જ નહીં, સોયાબીનનો જે ઊભો પાક લણણી માટે તૈયાર હતો, તેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતોનું કહેવુ છે કે આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ

જિલ્લાના વરસાદના આંકડા જોઈએ તો, સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવે છે. સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 4 ઈંચ જેટલો નોંધાયો છે. જ્યારે વેરાવળ, ઉના અને કોડીનાર જેવા મુખ્ય કૃષિ પંથકોમાં 2 થી 3 ઈંચ વરસાદ પડ્યો છે. માત્ર સામાન્ય ઝાપટાં તાલાલા અને ગીર ગઢડાના બોર્ડર વિસ્તારોમાં પડ્યા છે. આ ધોધમાર વરસાદે ખેતીવાડીની સાથે સાથે પશુપાલકોની પણ ચિંતા વધારી છે. ખેડૂતો પોતાના પશુઓ માટેનો જે ઘાસચારો સંગ્રહી શક્યા નહોતા, તે પણ ખેતરોમાં પલળીને બરબાદ થઈ ગયો છે. આ સમગ્ર પરિસ્થિતિ પર ખેડૂતો આંખોમાં પાણી સાથેની વ્યથા જણાવી રહ્યા છે કે આખા વરસની મહેનત હતી.

[[$alsoread]]

સરકાર કમોસમી વરસાદમાં થયેલ પાક નુકાસનની સહાય ચૂકવે તે જરૂરી બન્યું છે

મગફળીનો પાક તૈયાર કરીને પાથરા કર્યા હતાતા. રાતભર વરસાદ આવ્યો, આ બધું પાણીમાં ગયું. જુઓ, આખા ખેતરમાં પાણી ફરી વળ્યું છે. આ પાક હવે કોઈ કામનો નથી. હજી દેવું કરીને વાવેતર કર્યું હતું. હવે શું ખાવું ને શું જીવવું? આ વરસાદે અમારા અરમાન પર પાણી ફેરવી દીધું છે. હવે સરકાર જ કંઈક કરે તો જ અમારું ગુજરાત ચાલશે. તાત્કાલિક સર્વે થવો જોઈએ અને અમને વળતર મળવું જોઈએ."ખેડૂતોની આ વ્યથા સાંભળવી પણ મુશ્કેલ છે. આટલું મોટું નુકસાન થવા છતાં ખેડૂતો લાચાર બનીને બેઠા છે. તેમની પાસે હવે એક જ આશા છે કે સરકાર વહેલી તકે તેમની વ્હારે આવે. ખેડૂતોની એકસૂર માંગણી છે કે, વિનાશકારી નુકસાનનો ત્વરિત અને પારદર્શી સર્વે કરવામાં આવે અને તેમને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે.

ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી ગયો વરસાદમાં

હાલમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ હજી પણ ચાલુ જ છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. ખેડૂતોની આ વેદના ક્યારે પૂરી થશે? અને રાજ્ય સરકાર તરફથી તેમને ક્યારે સહાય મળશે? તેના પર માત્ર ગીર સોમનાથ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતોની નજર ટકેલી છે. ગીર સોમનાથના કોડીનાર પંથકના દ્રશ્યો. ખેડૂતોની માંગણી વ્યાજબી છે. સરકારે આ કુદરતી આફતને ગંભીરતાથી લઈ તત્કાલ સર્વેની કાર્યવાહી હાથધરીને ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવો જોઈએ. આ અંગે સરકાર શું પગલાં લે છે, તે જોવું રહ્યું.

 

  • Follow us on: