પોરબંદરમાં ખરીક ૨૦૨૫-૨૬ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી સારું ખેડતોની ઓનલાઈન નોંધણી તા.૦૧.૦૯.૨૦૨૫ થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિના મૂલ્યે નોંધણી કરાવી શકાશે.
ખેડૂતની ઓનલાઈન નોંધણી હાથ ધરવામાં આવી
ગત વર્ષ મુજબ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર થતી ખેડૂતની ઓનલાઈન નોંધણી હાથ ધરવામાં આવી છે. તેમા પણ ખેડુતોની ઓનલાઈન નોંધણી માટે હાલ બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશનની પણ જરૂરિયાત રહેતી નથી.ખેડુતોએ શહેરી વિસ્તારમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની નોંધણી કરાવવા માટે અગાઉ કરાવવામાં આવેલ નોંધણી મુજબ જે તે તાલુકાના TLE મારફત અથવા નજીકના ગામના VCE મારફત કરાવવાની રહેશે.
કોઈપણ તકલીફ હોય તો સંપર્ક જાહેર કરાયો
ખેડુતો તા.૦૧.૦૯.૨૫ થી ૧૫.૦૯.૨૫ સુધી ઓનલાઈન નોધણી કરી શકશે આથી ખેડુતો દ્વારા બિનજરૂરી ઉતાવળ ન કરવા પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે.ખેડુતોને નોંધણી અન્વયે કે ઈ-સમૃદ્ધિ પોર્ટલ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જીગર મહેતા – 9428222455, કૃણાલ ગજ્જર – 6354895483, શ્રીકાંત પટેલ – 8460551910 તથા ઈ-સમૃધ્ધિ પોર્ટલનો ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૦૧૨૧૨ સંપર્ક કરવા પોરબંદર જિલ્લા ખેતીવાડી અધીકારીની એક યાદીમાં જણાવાયુ છે.