દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. આમાં પોરબંદર તાલુકાના 15,645, રાણાવાવના 7,665 અને કુતિયાણાના 11,846 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખરીદીનો શુભારંભ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા
જોકે, ખરીદીના પ્રથમ દિવસે માત્ર ત્રણ ખેડૂતો જ પોતાની મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે બરડા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે પાકને ખૂબ નુકસાન થયું છે, જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે.













